dadani moochh - Children Poem | RekhtaGujarati

બડી લાંબી રે મારા દાદાની મૂછ,

ભૂરી ભૂરી રે મારા દાદાની મૂછ,

દાદાની મૂછ જાણે મીંદડીનું પૂછ—બડી...

દાદાજી પોઢ્યા’તા મખમલને ગાદલે,

શાહીથી રંગી મેં દાદાની મૂછ—બડી...

બચુભાઈને પારણે તૂટેલી દોર છે,

દોરડીએ ગૂંથી મારા દાદાની મૂછ—બડી.

કાતર લઈ હું કાગળિયા કાપતો,

કચ્ કચ્ કાપી મેં દાદાની મૂછ—બડી...

અંધારે એકલો હું ચૉકલેટ શોધતો,

ધીરેથી તાણી મેં દાદાની મૂછ—બડી...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945