chalo chalo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલો ચાલો

chalo chalo

દેશળજી પરમાર દેશળજી પરમાર
ચાલો ચાલો
દેશળજી પરમાર

ચાલો ચાલોને છોકરાં રમવાને

વનવાડી બગીચે ભમવાને

—ચાલો ચાલોને...

લાલ પીળાં પતંગિયાં ઊડે છે

આજ આપણાં હૈયાં કૂદે છે

—ચાલો ચાલોને...

ફૂલ આછી આછી સુગંધ ઢોળે

મન ઘેલાં બને આનંદ છોળે

—ચાલો ચાલોને...

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ