chaar ranio - Children Poem | RekhtaGujarati

ચાર રાણીઓ

chaar ranio

રમણલાલ સોની રમણલાલ સોની
ચાર રાણીઓ
રમણલાલ સોની

કાળી ફુલ્લી ચોકટ લાલ! ચારે રાણી કરે કમાલ!

પત્તા કેરો રંગમહાલ, એમાં રહીને કરે ધમાલ!

કાળી રાણીને કીટલીની ચા પીવાનો ભારે નાદ,

કીટલી મા! કીટલી મા! એવો ચારે બાજુ પાડે સાદ!

ફુલ્લીની રાણીને જોઈએ ચારે કોરે ફૂલ ફૂલ,

એટલે એણે હથેળીઓમાં ઉગાડ્યાં છે ગુલાબ ફૂલ!

ચોકટની રાણીને ભાવે ઢોકળાં ચુસ્ત મસાલેદાર,

એટલે ઢોકળાંની ઈંટોના બાંધ્યા એણે ચાર મિનાર!

લાલ તણી રાણીને સઘળે રાતું રાતું જોવા મન,

તેથી રાતાં ચશ્માં નાકે પહેરી રાખે રાત ને દન!

કાળી, ફુલ્લી, ચોકટ, લાલ! ચારે રાણી કરે કમાલ!

પત્તાં કેરો રંગમહાલ! એમાં રહીને કરે કમાલ!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982