pher phudarDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફેર ફુદરડી

pher phudarDi

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત
ફેર ફુદરડી
મૂળજીભાઈ ભક્ત

અમે ફેર કુદરડી ફરતાં’તાં

અમે ગોળ કુદરડી ફરતાં’તાં

ફેર કુદરડી ફરતાં ફરતાં

ગોળ કુદરડી ફરતાં ફરતાં

પડી જવાની કેવી મજા!

અમે સાત-તાળી રમતાં’તાં

અમે દોટમદોટા કરતાં’તાં

અમે દોટમદોટા કરતાં’તાં

દોટમદોટા કરતાં કરતાં

બેસી જવાની કેવી મજા!

અમે આંબળીપીપળી રમતાં’તાં

અમે ઝાડે ઝાડે ચડતાં’તાં

ઝાડે ઝાડે ચડતાં ચડતાં

પડી જવાની કેવી મજા!

અમે સંતાકૂકડી રમતાં’તાં

અમે ખોળંખોળા કરતાં’તાં

ખોળંખોળા કરતાં કરતાં

સંતાઈ જવાની કેવી મજા!

અમે ઉંદર બિલ્લી રમતાં’નાં

અમે ચૂંચૂં મ્યાઉં મ્યાઉં કરતાં’તાં

ચૂંચૂં મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં

નાસી જવાની કેવી મજા!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ