bhaini pati - Children Poem | RekhtaGujarati

ભાઈની પાટી

bhaini pati

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત
ભાઈની પાટી
મૂળજીભાઈ ભક્ત

હું તો ભાઈની પાટી લઈને કે લખવા બેઠી’તી,

ભાઈ દોડતો દોડતો આવ્યો ને પાટી લઈ લીધી.

હું તો બેનની ચોપડી લઈને કે વાંચવા બેઠી’તી,

બેન દોડતી દોડતી આવી ને ચોપડી લઈ લીઘી.

હું તો વાટકી હાથમાં લઈને કે માંઝવા બેઠી’તી,

બા દોડતી દોડતી આવી ને વાટકી લઈ લીધી.

હું આડણી વેલણ લઈને કે રોટલી વણતી’તી,

બા દોડતી દોડતી આવીને આડણી લઈ લીધી.

મેં તો વેલણ ફેંકી દીધું ને રોવા લાગી ગઈ,

ને રડતાં રડતાં હું તો રસોડામાં ઊંઘી ગઈ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ