અલપ ઝલપ અલબેલાં પાન
ભાઈ અમારા ભીને વાન.
રોજ લપેડા આંજે મેશ
તોય નહીં દેખાતી લેશ.
રંગ રંગના વાઘા ધરે
ફૂલ્યા ફૂલ્યા મનમાં ફરે.
ભણવામાં છે નંબર એક
જમણે નહિ : ડાબેથી છેક.
ગાય એવડાં મીઠાં ગીત
સાંભળનારાં પળમાં ચિત.
ધરે કામમાં એવી ખંત
કદી ન આવે એનો અંત.
અલપ ઝલપ અલબેલાં પાન
ભાઈ અમારા ભીને વાન.
alap jhalap albelan pan
bhai amara bhine wan
roj lapeDa aanje mesh
toy nahin dekhati lesh
rang rangna wagha dhare
phulya phulya manman phare
bhanwaman chhe nambar ek
jamne nahi ha Dabethi chhek
gay ewDan mithan geet
sambhalnaran palman chit
dhare kamman ewi khant
kadi na aawe eno ant
alap jhalap albelan pan
bhai amara bhine wan
alap jhalap albelan pan
bhai amara bhine wan
roj lapeDa aanje mesh
toy nahin dekhati lesh
rang rangna wagha dhare
phulya phulya manman phare
bhanwaman chhe nambar ek
jamne nahi ha Dabethi chhek
gay ewDan mithan geet
sambhalnaran palman chit
dhare kamman ewi khant
kadi na aawe eno ant
alap jhalap albelan pan
bhai amara bhine wan
સ્રોત
- પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
- પ્રકાશક : હાર્દિક પ્રકાશન
- વર્ષ : 1982