koyal boli - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોયલ બોલી

koyal boli

હરિલાલ પંડ્યા હરિલાલ પંડ્યા

ડુંગરાની ધારે કોયલ બોલી,

બળતા બપોરે કોયલ બોલી!

કાજળથી કાળી કંઈ,

ટહુકે રૂપાળી કંઈ,

અંતરની વેદના આછી ખોલી,

ડુંગરની ધારે કોયલ બોલી!

તડકે દાઝંતી કંઈ,

ટહુકે ગાજંતી કંઈ,

આંબાનાં ઝુંડખૂબ મિથ્યા ખોળી,

ડુંગરની ધારે કોયલ બોલી!

કોયલડી જાયે ભલે,

પર્વત ભુલાય ભલે,

જંગલ ને હું બે ગાશું ડોલી,

ડુંગરાની ધારે કોયલ બોલી!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945