aambo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ! ઝોલે, જો! ડોલે

આંબો રૂપાળો મઝેદાર.

ઘેરી ઘટાની છાંય સૌને ગમે,

સાંજ ને સવાર પંખી પોઢે-રમે.

સળવળાટ, કળકળાટ, ગાજતા કિલકાર.....

ઝૂમખડે ઝૂલતો કેરીનો ફાલ,

રામજી પટેલ ઊભો પોતે રખેવાળ,

ઝાડ ઝૂડે, માલ મૂંડે, તાકે તકેદાર.......

પાકી કેરી તો બને મધની ઝોળી,

હોંસે બાલુડાં ચૂસે ઘોળી ઘોળી,

વરસોવરસ, રસની તરસ, છીપજે સરદાર.....

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945