balta baporman - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બળતા બપોરમાં

balta baporman

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત
બળતા બપોરમાં
મૂળજીભાઈ ભક્ત

બળતા બપોરમાં

વાતા વંટોળમાં

રાયણની કોકડી ખઈ

હાંકે અમે વનમાં ભટકતા ભઈ!

બળતા બપોરમાં

વાતા વંટોળમાં

કેરી કપુરિયા ખઈ

હારે અમે વનમાં ભટકતા ભઈ!

બળતા બપોરમાં

વાતા વંટોળમાં

વડલાને છાયડે

ખાતા’તા રોટલો ને દહીં

હારે અમે વનમાં ભટકતા ભઈ!

બળતા બપોરમાં

બળતા બપોરમાં

વડલાને છાંયડે

ગાયો ચરાવતા ભઈ

હારે અમે નાના ગોવાળિયા થઈ!

બળતા બપોરમાં

બળતા બપોરમાં

વડલાને છાંયડે

પાવો વગાડતા ભઈ

હારે અમે નાના ગોવાળિયા થઈ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ