juwansinh - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રાડે ડુંગર તોડે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

માન મરદનાં મોડે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

સામો છાપો મારે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

વનહાથી વિદારે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

પડછંદા ગિરિ પાટે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

રણ-વગડે રંજાડે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

કાળજડાં કંપાવે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

ડુંગરડા ડોલાવે કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

રાજા રણવગડાનો કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

ભક્ત પરમ, માતાનો કોણ?

જુવાનસિંહ, જુવાનસિંહ.

(બે બાળ-ટોળીઓ સવાલ-જવાબ રૂપે ગાઈ શકે.)

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945