Dolariyo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ઝાડ માથે ઝૂમખડું,

ઝૂમખડે રાતાં ફૂલ રે

ભમ્મર રે રંગ ડોલરિયો.

એક ડાળ માથે પોપટડો,

પોપટડે રાતી ચાંચ રે

ભમ્મર રે રંગ ડોલરિયો.

એક પાળ માથે પારેવડું,

પારેવડે રાતા પગ રે

ભમ્મર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી

ભાભલડીના રાતા દાંત રે

ભમ્મર રે રંગ ડોલરિયો.

એક આભ માથે ચાંદરડું

ચાંદરડે રાતાં તેજ રે

ભમ્મર રે રંગ ડોલરિયો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ