baDbaD geet - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડબડ ગીત

baDbaD geet

કાન્તિ કડિયા કાન્તિ કડિયા
બડબડ ગીત
કાન્તિ કડિયા

કાળી કાળી,

લાગે સુંવાળી.

ઝીણું જોતી,

દૂધ લે ગોતી.

નાની-શી મૂછ,

નાગ જેવી પૂંછ.

હળવે ચાલે,

ઘરમાં મ્હાલે.

ઉંદર જાય નાસી,

તો બિલ્લીમાસી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982