આપણે સ્વદેશનાં સંતાન,
જગવીએ સ્વતંત્રતાનાં તાન!
જન્મ આપણો છેલ્લો જગમાં: વહીએ વર્તમાન,
ભવ્ય ભાવિનાં જોગવનારાં, ધરી અભયનું ભાન!
ઉષા-અરુણ બે બાળ, સૂર્યને વધાવતાં કરી નૃત્ય,
ફૂલડાં નાચે, રાસ રમે સૌ, બાળ બને કૃતકૃત્ય!
બનાવીએ બાળક સમ સૌને, ગજાવીએ સંગીત;
વહાલભરી વત્સલતામાં તો બાળકની છે જીત!
aapne swdeshnan santan,
jagwiye swtantrtanan tan!
janm aapno chhello jagmanh wahiye wartaman,
bhawya bhawinan jogawnaran, dhari abhayanun bhan!
usha arun be baal, suryne wadhawtan kari nritya,
phulDan nache, ras rame sau, baal bane kritkritya!
banawiye balak sam saune, gajawiye sangit;
wahalabhri watsaltaman to balakni chhe jeet!

સ્રોત
- પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ભાનુભાઈ પંડ્યા
- પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
- વર્ષ : 1945