balagarbo - Children Poem | RekhtaGujarati

પાટીમાં ચીતર્યું જાડું ઝાડ છે રે લોલ

પછવાડે ચીતર્યા મોટા પ્હાડ જો

ભીના પોતાથી પછી લૂછિયું રે લોલ....

પહેલાં દોર્યો રૂડો ચાડિયો રે લોલ

પછી દોર્યું થોડું ઘાસ જો

ભીના પોતાથી પછી લૂછિયું રે લોલ....

લાંબો-લાંબો દોર્યો મોરલો રે લોલ

નાની-નાની દોરી ઢેલ જો

ભીના પોતાથી પછી લૂછિયું રે લોલ....

પાટીમાં લખ્યો લાંબો એકડો રે લોલ

મીંડાં લખ્યાં દસ-વીસ જો

ભીના પોતાથી પછી લૂછિયું રે લોલ....

પપ્પાએ કહ્યું વાંચો ચોપડી રે લોલ

કાં તો વાંચો હવે આંક જો

ભીના પોતાથી બધું ભૂંસિયું રે લોલ....

લીટી દોરી ઊભી સ્લેટમાં રે લોલ

પછી કહ્યું કે આવે ઊંઘ જો

પાટી ને પેન ઊંચું મૂકિયું રે લોલ....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982