bakrinun bachchun - Children Poem | RekhtaGujarati

બકરીનું બચ્ચું

bakrinun bachchun

નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા
બકરીનું બચ્ચું
નરસિંહરાવ દિવેટિયા

જો પેલી બકરીનું બચ્ચું

કૂદ કૂદ કૂદકા મારે;

વાંકી ડોકે, ઠમ ઠમ ઠમકે

કેવું હરખાયે ભારે!

રે પેલી બકરી મા એની

પાસે ના હોય જ્યારે;

બેં બેં બેં બેં કરતું તો

બૂમો પાડે ત્યારે!

માતા આવે ત્યારે કેવું

બચ બચ કરતું ધાવે;

ધાવી પાછું કૂદકા મારે

કેવો હરખ એને આવે!

હું પણ મારી માડી આવે

તો કેવો હરખાઉં રે;

મા, મા, મા, કરતો હું તો

કેવો પાસે જાઉં રે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ