baDbaD geet - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડબડ ગીત

baDbaD geet

સુરેશ દલાલ સુરેશ દલાલ
બડબડ ગીત
સુરેશ દલાલ

અલકી દલકી,

મટકી મલકી.

મટકીનું પાણી,

ગોર ને ગોરાણી;

રાજી થઈ પીએ,

વાંદાથી બ્હીએ!

વાંદાને જોઈ

ગોર પડ્યા રોઈ.

અટકી કટકી

મટકી છટકી

મટકી ફૂટી

ગોરાણી ઊઠી.

હાથમાં ધોકો,

કોઈ તો રોકો!

વાંદાનો વટ છે,

ગોર, તને ફટ છે!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982