baDbaD geet - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડબડ ગીત

baDbaD geet

દેશળજી પરમાર દેશળજી પરમાર

પા પા પગલી,

ફૂલની ઢગલી.

ઢગલીમાં ઢેલડ,

જીવે મારી બેનડ.

પા પા પરીઓ,

ઠેકે દરિયો.

દરિયો ડોલે,

હીંચે હિંડોળે.

પા પા પૂનમ,

તારા ટમટમ

ચાંદો ચમચમ,

રાત્રિ ઝમઝમ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982