patangiyun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક પતંગિયું, એક પતંગિયું, એક પતંગિયું

પીળી પીળી પાંખે, પીળી પીળી પાંખે

ઝીણી ઝીણી આંખે, ઝીણી ઝીણી આંખે

ફૂલડે ફૂલડે કળીએ કળીએ

તો ઊડ્યા કરે ફૂલ પાંખડીએ

હું તો જોયા કરું, બસ જોયા કરું.

મારી માડી મને ‘ટીકુ ટીકુ’ કહે

મારી બહેની મને ‘ટીકુ ટીકુ’ કહે

તોય જોયા કરું, હું તો જોયા કરું.

મને એમ થયું, મને એમ થયું

કે હું જો હોત પતંગિયું તો

કળીએ કળીએ ફૂલની

હું તો બેસું ઘડી, હું તો ઊડું ઘડી.

પછી કોણ બોલાવત રે? મને કોણ બોલાવત રે?

માડી ક્યાંથી બોલાવત રે?

બહેની ક્યાંથી બોલાવત રે?

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ