બાળકની ઋતુઓ
baalaknii rutuuo
ઉશનસ્
Ushnas

શિયાળો :
થથરે કાય ને ફાટ્યા હોઠ,
બાપુજી! સિવડાવો કોટ;
દાદાજીએ સગડી કરી,
સૌએ તાપે ભેગાં મળી
ઉનાળો :
ઉનાળે ઊની લૂ વાય,
નિશાળમાં બા, કેમ જવાય?
ગઈ પરીક્ષા, ને પડી રજા,
ઝાડ નીચે રમવાની મઝા.
ચોમાસું :
શાળા જેવી ઊઘડી જાય,
આકાશે વાદળ ઘેરાય;
છત્રી છત્રી સૌને શિર!
છબછબિયાં મારગને નીર.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008