ame baal! - Children Poem | RekhtaGujarati

(ચલતી)

બાલ અમે બાલ, અમે બાલ.

ચાલીએ આજ જો લટકંતી ચાલ!

ચાલીએ આજ તો ઠમકંતી ચાલ,

બાલ અમે બાલ, અમે બાલ!

ચાલંતા આજ માડી લટકંતી ચાલ!

કેવી અમારી ઠમકંતી ચાલ!

બાંધ માડી બાંધ, માડી બાંધ.

પાયે અમારે ઘૂઘરમાળ (2)

ઠણક ઠુમ્ ઠુમ્, ઢણક ઠુમ્ ઠુમ

બાજે જો રૂમઝૂમ,

બાજે એક રૂમઝૂમ ઘૂઘરમાળ.

બહેનીને ભાવતી ઘૂઘરમાળ

બાલ અમે બાલ, અમે બાલ.

ચાલ માડી ચાલ, માડી ચાલ.

રૂમઝૂમ જાતી અમ નાનેરી હાર

અમ નાનેરી હાર!

બાલ અમે બાલ, અમે બાલ

ચાલંતાં નિતનવી ઠમકંતી ચાલ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945