jay jay bharat mata! - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જય જય ભારત માતા!

jay jay bharat mata!

શોભન શોભન
જય જય ભારત માતા!
શોભન

જય જય ભારત માતા! જય જય ભારત માતા!

બાળક તારાં ગોદે રમીએ

નાનાં નાનાં નિત,

પોષણ મા! તું પ્રેમે કરતી

ભરતી સૌમાં પ્રીત,

દિવ્ય જીવનની દાતા! જય.

અરવિંદ, વિવેકાનંદ, રવિ,

ગાંધી, નહેરુ તવ બાળ,

અગણિત એવાં રત્નો આપ્યાં

દુનિયાને વિશાળ;

નવયુગની નિર્માતા! જય.

અમને પણ એવું જીવન દે

દઈએ જગને કાંઈ,

થઈએ અવનિના સિતારા

હરવાને પરછાંઇ;

ગીત તમારાં ગાતાં. જય.

જય જય ભારત માતા! જય જય ભારત માતા!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન