dariyane shi khot ? - Children Poem | RekhtaGujarati

દરિયાને શી ખોટ ?

dariyane shi khot ?

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
દરિયાને શી ખોટ ?
કિરીટ ગોસ્વામી

દરિયાને  શી  ખોટ?

હૂ હૂ  ગરજે  મોજે-મોજાં,

ભરતી  હો  કે ઓટ !

દરિયાને  શી ખોટ...?

ચાંદો એને પહેરાવે છે,

કદી રૂપાળાં વાવા !

તપી-તપીને સૂરજ ,

એને ઘેર આવતો ન્હાવા !

ખારો-ખારો  તોયે  નદીઓ-

મળવા મૂકતી દોટ !

દરિયાને  શી ખોટ..?

પાણી  પીને  થાતાં  વાદળ

કેવાં  તાજાં -માજાં !

અઢળક મોતી મરજીવાને-

આપે દરિયા-રાજા !

મછલી-રાણી રાજ કરે;

પાણીનાં  કિલ્લા-કોટ !

દરિયાને  શી ખોટ..?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ