nanan nanan balko ne phool - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નાનાં નાનાં બાળકો ને ફૂલ

nanan nanan balko ne phool

લલિત લલિત
નાનાં નાનાં બાળકો ને ફૂલ
લલિત

નાનાં નાનાં બાળકો ને નાનાં નાનાં ફૂલ!

વહાલાં! કોઈ કહેશો કે કોનાં વધુ મૂલ?

નાનાં નાનાં બાળકો આશા-કિરણનાં કુળ!

નાનાં નાનાં ફૂલડાં તો રૂમઝૂમતાં રસમૂલ!

નાનાં નાનાં બાળકોનાં હસવાં ઉર ઉછાળ!

નાનાં નાનાં ફૂલડાંના લલિત મધુરા ઢાળ!

નાનાં નાનાં બાળકો નવરંગી બાલવસંત!

નાનાં નાનાં ફૂલડાં તો સોળ કળાયલ ચંદ્ર!

નાનાં નાનાં બાળકો ને નાનાં નાનાં ફૂલ!

વહાલાં! બસ! કહો બનું ક્યમ તમને અનુકૂળ?

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945