nanakDa gamman - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નાનકડા ગામમાં

nanakDa gamman

ભાનુશંકર પંડ્યા ભાનુશંકર પંડ્યા
નાનકડા ગામમાં
ભાનુશંકર પંડ્યા

નાનકડા ગામમાં,

નાની નિશાળ ને

નાનુ મહેતાજી નાના જી રે!

નાનકડો ઓરડો ને

નાનકડી ઓસરી,

નાનાં નિશાળનાં બારણાં જી રે!

નાનકડો તકિયો ને

નાનકડી ગાદલી,

નાનાં બીજાં આસનિયાં જી રે!

નાનકડો નાથિયો ને

નાનકડી રેવલી,

નાનાં બાળક ભણનારાં જી રે!

મોટા જગમાં

છે નાનાં માનવી,

તો નાની નિશાળ શું ખોટી જી રે?

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945