minDun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું ગોળ મજાનું મીંડું....

ચાંદો-સૂરજ ગોળ રૂપાળા

ગોળ ગોળ છે લાડુ,

ગોળ ગોળ છે પૈડાં સઘળાં

પૈડાં ખેંચે ગાડું.

પૂરી-જલેબી ગોળ ગોળ છે

ગોળ ગોળ છે ઈંડું,

હું ગોળ મજાનું મીંડું....

અંકનગરમાં હોઉં એકલું

કાંઈ કિંમત મારી,

કોઈ અંકની પાછળ આવું

થાયે કિંમત ભારી.

ગોળ ગોળ હું ખાંચ વિનાનું

ક્યાંય મળે ના છીંડું,

હું ગોળ મજાનું મીંડું....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982