manni - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે થાવું છે બાગનો માળી,

કે લઈને કોદાળી,

ને ફૂલઝાડ રોપ્યા કરું,

ને ઉછેર્યા કરું.

હાં રે મારે થાવું છે નાવનો ખલાસી,

હોડી લઈને ખાસી,

કે દેશ દેશ ઘૂમ્યા કરું,

ને હું ઘૂમ્યા કરું.

હાં રે મારે થાવું છે આભનો વિમાની,

ને સફરે દુનિયાની,

ઊડું કેડ બાંધીને,

નિત્ય નવું જોયા કરું.

હાં રે મારે થાવું છે દુનિયાનો રાજા,

ને લોક કરું તાજા,

સૌની પળાય માજા,

કે દુનિયાની સેવા કરું.

હાં રે મારે થાવું છે ધરતીનો ખેડુ,

ને ધરતીને ફોડું,

ધાન્ય-ઢગ પેદા કરું,

ને પેટ સૌના ભરું.

હાં રે મારે થાવું છે દેશનો સિપાહી,

સ્વતંત્ર ગાન ગાઈ,

ખોદીને ઊંડી ખાઈ,

ગુલામીને દાટી દઉં.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945