રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝાકળના પાણીનું બિન્દુ
એકલવાયું બેઠું'તું;
એકલવાયું બેઠું'તું ને
સૂરજ સામે જોતું'તું;
સૂરજ સામે જોતું'તું ને
ઝીણું ઝીણું રોતું'તું.
“સૂરજ ભૈયા! સૂરજ ભૈયા!
હું છું ઝીણું જલબિન્દુ;
મુજ હૈયે તમને પધરાવું
શી રીતે, હે જગબંધુ!
તમે દૂર વાદળમાં વસતા,
સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રજ રજ રસતા
ઘૂમો છો, બંધુ!
તમ વ્હોણું મુજ જીવન સઘળું
અશ્રુમય, હે જગબંધુ!”
જલબિન્દુ રે જલબિન્દુ!
ઓ નાજુક ઝાકળબિન્દુ!
સૂરજ બોલે: “સુણ, બંધુ!
હું તો ત્રિલોકમાં ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો:
તેમ છતાં હું તારો તારો.
હે ઝાકળબિન્દુ!
તોય મને તું વા’લું વા’લું,
બાળાભોળા જલબિન્દુ!.
તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિન્દુ!
તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઇન્દ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિન્દુ!
તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું.
હે નાજુક બિન્દુ!”
હસતે મુખડે સૂરજરાણા
જલબિન્દુમાં જઈ સમાણા :
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિન્દુ!
jhakalna paninun bindu
ekalwayun bethuntun;
ekalwayun bethuntun ne
suraj same jotuntun;
suraj same jotuntun ne
jhinun jhinun rotuntun
“suraj bhaiya! suraj bhaiya!
hun chhun jhinun jalbindu;
muj haiye tamne padhrawun
shi rite, he jagbandhu!
tame door wadalman wasta,
sat ashwne karman kasta
brahmanDoni raj raj rasta
ghumo chho, bandhu!
tam whonun muj jiwan saghalun
ashrumay, he jagbandhu!”
jalbindu re jalbindu!
o najuk jhakalbindu!
suraj boleh “sun, bandhu!
hun to trilokman pharnaro,
koti kirno patharnaro,
gagne ramnaroh
tem chhatan hun taro taro
he jhakalbindu!
toy mane tun wa’lun wa’lun,
balabhola jalbindu!
tuj haiye hun poDhi janun,
he jhakalbindu!
tuj sarikho nanakDo thaine,
tuj antarman aasan laine,
indradhanuni ramto ramwa
awish, he bindu!
tuj jiwanman parkash wawun,
tuj ashrune hasya banawun
he najuk bindu!”
haste mukhDe surajrana
jalbinduman jai samana ha
rudanbharya jiwanman ganan
gai rahyun jhakalbindu!
jhakalna paninun bindu
ekalwayun bethuntun;
ekalwayun bethuntun ne
suraj same jotuntun;
suraj same jotuntun ne
jhinun jhinun rotuntun
“suraj bhaiya! suraj bhaiya!
hun chhun jhinun jalbindu;
muj haiye tamne padhrawun
shi rite, he jagbandhu!
tame door wadalman wasta,
sat ashwne karman kasta
brahmanDoni raj raj rasta
ghumo chho, bandhu!
tam whonun muj jiwan saghalun
ashrumay, he jagbandhu!”
jalbindu re jalbindu!
o najuk jhakalbindu!
suraj boleh “sun, bandhu!
hun to trilokman pharnaro,
koti kirno patharnaro,
gagne ramnaroh
tem chhatan hun taro taro
he jhakalbindu!
toy mane tun wa’lun wa’lun,
balabhola jalbindu!
tuj haiye hun poDhi janun,
he jhakalbindu!
tuj sarikho nanakDo thaine,
tuj antarman aasan laine,
indradhanuni ramto ramwa
awish, he bindu!
tuj jiwanman parkash wawun,
tuj ashrune hasya banawun
he najuk bindu!”
haste mukhDe surajrana
jalbinduman jai samana ha
rudanbharya jiwanman ganan
gai rahyun jhakalbindu!
રચાયું ઘણું કરીને '33/′34માં. તે વખતે રવીન્દ્રનાથની અસલ કૃતિ ‘પ્રસાદ’ હાથ નહિ લાગેલી, પણ કૉલેજકાળ દરમ્યાન કોઈ ઠેકાણે ‘ધ ડ્યુડ્રોપ વેપ્ટ એન્ડ સેડ, માય લાઇફ ઇઝ ઑલ એ ટીઅર’ એવો કોઈ અંગ્રેજી અનુવાદનો ભણકાર માત્ર રહી ગયેલો તે પરથી રચેલું. હમણાં ‘પ્રસાદ’ ‘સંચયિતા'માંથી હાથ લાગ્યું, મેળવી જોયું, ને લાગ્યું કે મૂળ જે રચાયું છે તે કંઈ ખોટું નથી.
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 292)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997