ekthi das - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એકડો વાવે આંબલી ને

બગડો કાપે બોરડી.

તગડો કાંતે તકલી ને

ચોગડો ચીતરે ચકલી.

પાંચડો પહેરે સાડી ને

છગડો પાડે તાળી.

સાતડો સૂવે ખાટલે ને

આઠડો રૂએ ઓટલે.

નવડો ખાય સુંવાળી ને

દસમે દિવસે દિવાળી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982