dhamachakDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધમાચકડી

dhamachakDi

રમેશ પારેખ રમેશ પારેખ
ધમાચકડી
રમેશ પારેખ

એકડો સાવ સળેકડો ને બગડો ડીલે તગડો.

બંને બથ્થંબથ્થાં બાઝી કરતા મોટો ઝગડો.

ત્રગડો તાળી પાડે અને નાચે તા....તા....થૈ.

ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગૈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી.

સાતડો છાનોમાનો સૌની લઈ ગ્યો બધી લખોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,

એકડે મીંડે દસ, ત્યાં આવી સ્કૂલની બસ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982