ajab wat - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નાની મારી આંખ, જોતી કાંક કાંક;

તે કેવી અજબ જેવી વાત છે!

નાક મારે નાનું, સૂંઘે ફૂલ મજાનું;

તે કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, સાંભળે દઈ ધ્યાન;

તો કેવી અજબ જેવી વાત છે!

નાનું મોઢું મારું, બોલે સારું સારું,

તે કેવી અજબ જેવી વાત છે!

નાનું મારું ગળું, ખાય ગળ્યું ગળ્યું;

તે કેવી અજબ જેવી વાત છે!

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી;

તે કેવી અજબ જેવી વાત છે!

નાના મારા હાથ, તાળી પાડે સાથ;

તે કેવી અજબ જેવી વાત છે!

પગ મારા નાના, ચાલે છાનામાના;

તે કેવી અજબ જેવી વાત છે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ