ajab wat - Children Poem | RekhtaGujarati

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક;

એ તે કેવી અજબ જેવી વાત છે!

નાક મારે નાનું, એ સૂંઘે ફૂલ મજાનું;

એ તે કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન;

એ તો કેવી અજબ જેવી વાત છે!

નાનું મોઢું મારું, એ બોલે સારું સારું,

એ તે કેવી અજબ જેવી વાત છે!

નાનું મારું ગળું, એ ખાય ગળ્યું ગળ્યું;

એ તે કેવી અજબ જેવી વાત છે!

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી;

એ તે કેવી અજબ જેવી વાત છે!

નાના મારા હાથ, તાળી પાડે સાથ;

એ તે કેવી અજબ જેવી વાત છે!

પગ મારા નાના, એ ચાલે છાનામાના;

એ તે કેવી અજબ જેવી વાત છે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ