abhle - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોજ રંગ રમતા ઊંચે આભલે

સૂરજદાદા આભલે

ચાંદામામા આભલે

તારલિયા ભમતા રે ઊંચે આભલે

ભૂરે ભૂરે આભલે

વાદળને ગાભલે

કોક ઝગમગતા રે ઊંચે આભલે.

ઝળ ઝળુકે આભલે

ગડ ગડુડે આભલે

ખેલ મનગમતા રે ઊંચે આભલે.

એવું બધું આભલે

હું ચડું આભલે

પગ ધમધમતા રે ઊંચે આભલે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ