kukDe kook - Children Poem | RekhtaGujarati

કૂકડે કૂક

kukDe kook

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત

કૂકડે કૂક, કૂકડે કૂક બોલે છે કૂકડો!

જાગો હા લોક, બોલે છે કૂકડો!

આભને આરે

ધરતીની ધારે

વહેલી સવારે

જો પેલો સૂરજ ઊગે, જો પેલો સૂરજ ઊગે!

કિરણસેર છૂટે

કે તેજધાર ફૂટે

નીંદર સૌની ખૂટે

અંધારાં મારગ મૂકે, અંધારાં મારગ મૂકે!

લાલ રંગ છાયા

ગુલાલ રંગ છાયા

સોનેરી રંગ છાયા

ચમકતી કાયા

આકાશની કેવી લાગે, આકાશની કેવી લાગે!

હું યે જોતો’તો

બેની જોતી’તી

આંખો મીંચાતી મારી આંખો મીંચાતી!

ભાઈ ને બહેન અમે હસી પડ્યાં!

હસી પડ્યાં ને પછી ભેટી પડ્યાં!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ