babani wat - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાબાની વાત

babani wat

સુરેશ ગાંધી સુરેશ ગાંધી
બાબાની વાત
સુરેશ ગાંધી

સોનેરીરૂપેરી રંગભરી વાદળીઓ

આકાશે ઊડી ઊડી જાય,

એવી એક વાદળી જો ઊતરે બા આંગણામાં

મનમાં બા એવું એવું થાય,

ખોળલામાં બેસીને સોનેરી વાદળીના

તારલાના દેશોમાં ઊપડે ભાઈ.

કહે ને બા જાણે તું તારલાના દેશોને,

પરીઓની વાત બધી વાંચી?

ચાંદમાં બેસીને ડોસલી જે વાત કહે,

કહે ને બા વાત બધી સાચી?

બા કહું છું ના મને આવે વિસવાસ નહિ,

જૂની વાત નથી સાચી,

કોક દીએ સોનેરી વાદળીઓ આવે ને,

બેસીને ઊડવાનું થાય!

તારા ને પરીઓ ને ચાંદાની ડોસલીને

ગોતીને લાવશે ભાઈ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945