રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતિલક કરતાં ત્રેપન, થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયે ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઊતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
દેહાભિમાન હુતો પાશેર તે વિદ્યા ભણતાં વાધ્યો શેર.
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો.
કામબાણ ન શક્યો જાળવી. પછે રડવડતી એક આણી નવી.
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહીં ને ઘર નવરખ્યો.
અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ.
જ્યમ બાધું જોતાં એક જ ઝાડ. વિગતે જોતાં ભાગે જાડ્ય.
રંગ સ્વાદ પત્ર ફલ ફૂલ, સદગુરુ મળે તો ભાગે ભૂલ.
પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ,
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યા નામ,
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ.
પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ.
પોતે ટળ્યા વિના શા કામના? એ તો અકૃતે વધારી કામના.
કહે અખો કાં ફોક્ટ ફૂલ? ભણ્યાગણ્યા પણ ન ટળી ભૂલ.
અહંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારો થયો,
જેમ કાષ્ઠની પૂતળી નાચે નરી, તે કળ સુતારે તમારે કરી,
વાજું વજાડો તો વાજે તદા, વણવજાડ્યું ન વાજે કદા.
આરત વિના ન ઊપજે હેત, આરત વિના પૂજારો પ્રેત.
પૂંછલી ભેંસ ન માંડે પગ, જોર કરીને થાક્યા ઠગ.
ઉપાડે ઘણા પણ ઊભી ન થાય, અખા જોર કરનારા પાછા જાય.
નથી વાંક વિશ્વંભર તણો, જે કહીએ તે વાંક આપણો.
જેમ કોઈ ભોજન જમાડવા કરે, ત્યાં રિસાણો તે રીસે ફરે.
પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે?
tilak kartan trepan, thayan, japmalanan nakan gayan,
tirath phari phari thakya charan, toye na pohoto harine sharan
katha suni suni phutya kan, akha toy na awyun brahmagyan
ek murakhne ewi tew, paththar etla puje dew,
pani dekhi kare snan, tulsi dekhi toDe pan
e akha waDun utpat, ghana parmeshwar e kyanni wat?
dehabhiman huto pasher te widya bhantan wadhyo sher
charchawadman tole thayo, guru thayo tyan manman gayo
akha em halkathi bhare hoy, atmagyan mulagun khoy
ang aalas ne tapsi thayo, ghar meline wanman gayo
kamban na shakyo jalwi pachhe raDawaDti ek aani nawi
shwan bhasawe hinDe chhakyo, akha hagyo nahin ne ghar nawrakhyo
akha brahm chhe badhun nam, te madhye algan algan gam
jyam badhun jotan ek ja jhaD wigte jotan bhage jaDya
rang swad patr phal phool, sadaguru male to bhage bhool
pote taline saghalun preechh, wate chaltan aankh ma weench,
adwait dwaitnan kare chhe kaam, sagun nirgun dharya nam,
sagun nirgun e be chhe jog, pote talshe tene paDshe bhog
pote talya te prichhya jaan, tene shobhe saghli wan
pote talya wina sha kamna? e to akrite wadhari kamna
kahe akho kan phokt phool? bhanyaganya pan na tali bhool
ahankar tajine aashe rahyo, man karm wachne tamaro thayo,
jem kashthni putli nache nari, te kal sutare tamare kari,
wajun wajaDo to waje tada, wanawjaDyun na waje kada
arat wina na upje het, aarat wina pujaro pret
punchhli bhens na manDe pag, jor karine thakya thag
upaDe ghana pan ubhi na thay, akha jor karnara pachha jay
nathi wank wishwambhar tano, je kahiye te wank aapno
jem koi bhojan jamaDwa kare, tyan risano te rise phare
purnanand pirasnaro rahe, akha abhagiyane kon kahe?

સ્રોત
- પુસ્તક : અખાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 157)
- સંપાદક : કીર્તિદા શાહ
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2009