રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપેઢીઉં ઘસાઈ ગઈ રે... સુખડની પાણા પરે રે...
ઓરીસાને ના'વી... ચંદનની સુવાસ.
કાયમ વસ્યો છે રે... શિવજીના કંઠમાં રે...
કાળે નાગે તોયે તજી નઈં કડવાશ. – પેઢીઉં
તનડાં ઘસાઈ ગ્યાં રે... તપેલીમાં કડછી તણાં રે
ના’વ્યો એને.... ક્ષીર ભોજનનો સ્વાદ,
ગોવિંદના હાથમાં રે... આખો અવતાર ગયો રે....
કાઢ્યો નહિ.... શંખે રૂપાળો સાદ. – પેઢીઉ
કૌરવો કૃષ્ણના રે....… સાચા સંબંધી હતા ....
તોયે એને.... વધ્યું વિઠ્ઠલ સંગે વેર,
વ્યાસ કેરી કલમે રે....અઢારે પુરાણો લખ્યાં રે....
લેખણને ના’વી... લખેલાની લ્હેર. – પેઢીઉ
આખો ભવ ગાળ્યો... ગાયું કેરા આઉમાં રે....
ઈતડીને દૂધની ન થઈ ઓળખાણ,
વૈકુંઠમાં વસિયો રે.... ગરુડ ગોવિંદ સંગે રે...
તજ્યું નહિ.... સાપ ભરખનું ભાણ–પેઢીઉં
માળા સંગે મેલી રે.... પટારાના પેટમાં રે....
કીધી એને... વેરાગની વાતું ‘કાગ’
ઓઝલથી નીકળી .... મ્યાન અળગું કરી રે...
ખાવા લગી.... માથાનું ભોજન ખાગ – પેઢીઉં
peDhiun ghasai gai re sukhaDni pana pare re
orisane nawi chandanni suwas
kayam wasyo chhe re shiwjina kanthman re
kale nage toye taji nain kaDwash – peDhiun
tanDan ghasai gyan re tapeliman kaDchhi tanan re
na’wyo ene ksheer bhojanno swad,
gowindna hathman re aakho awtar gayo re
kaDhyo nahi shankhe rupalo sad – peDhiu
kaurwo krishnna re … sacha sambandhi hata
toye ene wadhyun withthal sange wer,
wyas keri kalme re aDhare purano lakhyan re
lekhanne na’wi lakhelani lher – peDhiu
akho bhaw galyo gayun kera auman re
itDine dudhni na thai olkhan,
waikunthman wasiyo re garuD gowind sange re
tajyun nahi sap bharakhanun bhan–peDhiun
mala sange meli re patarana petman re
kidhi ene weragni watun ‘kag’
ojhalthi nikli myan alagun kari re
khawa lagi mathanun bhojan khag – peDhiun
peDhiun ghasai gai re sukhaDni pana pare re
orisane nawi chandanni suwas
kayam wasyo chhe re shiwjina kanthman re
kale nage toye taji nain kaDwash – peDhiun
tanDan ghasai gyan re tapeliman kaDchhi tanan re
na’wyo ene ksheer bhojanno swad,
gowindna hathman re aakho awtar gayo re
kaDhyo nahi shankhe rupalo sad – peDhiu
kaurwo krishnna re … sacha sambandhi hata
toye ene wadhyun withthal sange wer,
wyas keri kalme re aDhare purano lakhyan re
lekhanne na’wi lakhelani lher – peDhiu
akho bhaw galyo gayun kera auman re
itDine dudhni na thai olkhan,
waikunthman wasiyo re garuD gowind sange re
tajyun nahi sap bharakhanun bhan–peDhiun
mala sange meli re patarana petman re
kidhi ene weragni watun ‘kag’
ojhalthi nikli myan alagun kari re
khawa lagi mathanun bhojan khag – peDhiun
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004