રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસોહં સોહં બ્રહ્મ એ ભજ, સોહં સોહં બ્રહ્મ એ ભજ.
પંચકોશ કો તું સાખી રે, ચૈતન્ય સમજી લે એ ભ્રમ... સોહં૦
જન્મ જરા મૃત્યુ નહીં તોકું, નહીં તો એ કાલની ક્રમ... સોહં૦
નહીં તું શ્વેત, પીતળ ને રક્ત, નહીં તું શીતળ ગ્રમ... સોહં૦
નહીં તું બધ્ય, નહીં તું મુક્ત, નહીં તું એ દેહનો ધર્મ... સોહં૦
નહીં તું દીર્ઘ, નહીં તું સૂક્ષ્મ, ‘ગવરી’ સ્વતંત્ર બ્રહ્મ... સોહં૦
sohan sohan brahm e bhaj, sohan sohan brahm e bhaj
panchkosh ko tun sakhi re, chaitanya samji le e bhram sohan0
janm jara mrityu nahin tokun, nahin to e kalni kram sohan0
nahin tun shwet, pital ne rakt, nahin tun shital gram sohan0
nahin tun badhya, nahin tun mukt, nahin tun e dehno dharm sohan0
nahin tun deergh, nahin tun sookshm, ‘gawri’ swtantr brahm sohan0

સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન: ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 826)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
- વર્ષ : 1890
- આવૃત્તિ : 3