moti kaisa ranga? - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોતી કૈસા રંગા?

moti kaisa ranga?

અમરદાસ અમરદાસ
મોતી કૈસા રંગા?
અમરદાસ

દેખા હોય સો કહી બતલાવો,

મોતી કૈસા રંગા ?

ગુરુગમ કરીને ગોતો ગગનમાં,

વાં હે ગુપતિ ગંગા.

ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા,

અગમ ભાખે નહિ ગમ નેણે, આપ વખાણે અંધા... દેખા૦

દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નામ પ્રતાપ નૌ ખંડા,

પિંડ બ્રહ્માંડે અપરમ પાયા, નહિ સૂર, નહિ ચંદા... દેખા૦

કહાં સે આયા, કહાં જાયગા, હી બડા અચંબા,

મોતીને નીરખા, પિયુજીને પરખા, આપ ભયા આનંદા... દેખા૦

આતમ ચીન્હા, અનુભવ પાયા, મિટ ગયા સબ ફંદા,

'દાસ અરજણ' જીવણ કે ચરણે, ધ્યાની પુરુષ કા ધંધા...

દેખા હોય સો કહી બતલાવો,

મોતી કૈસા રંગા?

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991