Raam Raam Re - Bhajan | RekhtaGujarati

રામ રામ રે

Raam Raam Re

આશારામ આશારામ
રામ રામ રે
આશારામ

રામ રામ રે

રાણી રૂએ રાજમહેલમાં, રૂએ દાસી દરબાર રે;

પોપટ રૂએ પાંજરે, થયો ઘોર અંધાર રે,

જોદ્ધા માણીગર બંધવા!

રામ રામ રે

ચોરા સૂના, કચેરી સૂની, સૂની સેજ-તળાઈ રે;

સૂના ઝરૂખા, સૂનાં માળિયાં, કોણ માણશે ભાઈ રે? જોદ્ધા૦

રામ રામ રે

હાથી ઝૂરે ઊભા હાટમાં, ઘોડા ઝૂરે ઘોડાર રે;

ધોરી ઝૂરે જોતર્યા, શેરીએ નવ નાર રે. જોદ્ધા૦

રામ રામ રે

નથી ત્યાં ઘર મોસાળનું, નથી કાકાનાં ધામ રે;

રણમાં સૂતા તમે એકલા, તજી જગત તમામ રે. જોદ્ધા૦

રામ રામ રે

કર્મ કર્યાં બહુ ભાતનાં, થયા જીવ સંગાથ રે;

પંથે પળ્યા અસિપત્રને, હાય! રોમરોમ ઘાત રે. જોદ્ધા૦

રામ રામ રે

સર્વના હાલ એહ છે, સ્વર્ગ, મૃત્યુ પાતાળ રે;

‘આશારામ’ ભલે રામને, તાકે શિર પર કાળ રે. જોદ્ધા૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963