રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હો...જી
સૂરજનાં કિરણો જેમ ભીતને ઉજાળે એવું જીવતર અજવાળતા ના આવડ્યું
પિંજરમાં સાત સાત રંગો પૂર્યાને તો ય ટહુકાને પાળતા ના આવડ્યું.
અમે ટીપાંમાં સમદર જોઈ વિરમ્યા હોજી...
અમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હો...જી...
અમને શોધ્યા રે અમે આયખું આખ્ખું જેમ દર્પણમાં ચલ્લી શોધે જાતને
અવસરની રાહે અમે ઝૂર્યા ઉજાગરાના તોરણથી શણગારી જાતને,
અમે કંચન ને ખોળિયા કથીરનાં હોજી રે...
અમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હોજી...જી...
ame naw re dhakeli unDa nirman ho ji
surajnan kirno jem bhitne ujale ewun jiwtar ajwalta na awaDyun
pinjarman sat sat rango puryane to ya tahukane palta na awaDyun
ame tipanman samdar joi wiramya hoji
ame naw re dhakeli unDa nirman ho ji
amne shodhya re ame ayakhun akhkhun jem darpanman challi shodhe jatne
awasarni rahe ame jhurya ujagrana toranthi shangari jatne,
ame kanchan ne kholiya kathirnan hoji re
ame naw re dhakeli unDa nirman hoji ji

સ્રોત
- પુસ્તક : સાત અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : નિરંજન યાજ્ઞિક
- પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન
- વર્ષ : 1993