મુને રામ રતને ધન લૂંટવા દો
Mune Raam ratane dhan luntva do
ગંગાબાઈ
Gangabai
ગંગાબાઈ
Gangabai
મુને રામ રતને ધન લૂંટવા દો,
મુને રાધા કૃષ્ણ ધન લૂંટવા દો,
જન ભસે તેહને ભસવા દે. મુને૦
શુદ્રવત્ થયા વિપ્ર આજે,
જે પત્થર પૂજે તેને પૂજવા દે. મુને૦
સાધુની સંગત કદી નવ છોડું,
લાજ લાગે તે મુને લાગવા દે. મુને૦
કહે ગંગા દાસી પ્રભુ શરણ તમારે,
હરિ ભજતાં લાજ લાગે તો લાગવા દે. મુને૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ - ૧ (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્ય્રત્ન શેઠ પુરુષોત્તમ માવજી
- વર્ષ : 1922
