malya sant sujan - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મળ્યા સંત સુજાન

malya sant sujan

ચરણ સાહેબ ચરણ સાહેબ
મળ્યા સંત સુજાન
ચરણ સાહેબ

અબ તો મનવા ઐસે, મળ્યા સંત સુજાન,

જાન અબ તો...

શીલ સંતોષ ક્ષમા સુખ સાગર, અરુ આતમ કો જ્ઞાન,

સુખ દુઃખ રહિત શુદ્ધ સમ દૃષ્ટિ, નહીં તન કો અભિમાન,

માન અબ તો...

દ્વંદ્વાતિત દ્વૈત નહીં જા કું, અહોનિશ અંતર ધ્યાન,

સાક્ષી હોઈ સબ જગ વિચરત, જૈસે શશિ ઔર ભાન.

ભાન અબ તો...

નિરગુણ સિરગુણ જ્ઞાન વિજ્ઞાના, સંગ્રહ ત્યાગ સમાન,

મુક્તિ બંધ માન અપમાના, જા કું લાભ હાન.

હાન અબ તો...

મહાવાક્ય કો અર્થ યથારથ, પાયા પ્રખલ પ્રમાન,

જીવ ઈશ કા સાર ભૂત જો, સો લીના પહિચાન.

ચાન અબ તો...

પરમહંસ પરિપૂરણ અનુભવ, નિશ્ચળ થીત નિરવાન,

જાકે સંગ કરત એક છીન મેં, હોત હૈ કોટી કલ્યાન.

કલ્યાન અબ તો...

મોરાર સતગુરુ મન કા મેરમ, સહજ બતાઈ સાન,

ચરણદાસ અબ શાંત ભયેા હૈ, કીનો અનુભવ દાન.

દાન અબ તો...

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 249)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6