jeew! shane kare chhe wichar - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવ! શાને કરે છે વિચાર

jeew! shane kare chhe wichar

અમરદાસ અમરદાસ
જીવ! શાને કરે છે વિચાર
અમરદાસ

એજી જીવ! શાને કરે છે વિચાર, પ્રભુ છે સૌનો પાલનહાર,

પ્રભુ છે સૌનો પાલનહાર.

કીડીને કણ હાથીને મણ, દીનાનાથ દેનાર જી,

જીવના જન્મ પહેલાં, દૂધ કરેલાં તૈયાર... પ્રભુ૦

પક્ષી બિચારાં વન-વન ભટકે, ભટકે ઠારોઠાર જી,

કૃપાળુ કણ એને આપે, ક્રિપા-સિંધુ કિરતાર... પ્રભુ૦

અજગર બિચારો એક સ્થાને, સમાધિ લઈ પડનાર જી,

અંતરયામી એને આપે, આપે મુખમાં આહાર... પ્રભુ૦

'દાસ અમર' કહે રાખો ભરોસો, એક નામનો આધાર,

ખલકખાવિંદ ખબર ગોવિંદને અછતું નથી લગાર... પ્રભુ૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1989