રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપઢી પઢીને હુવા પંડિતા, તત્ત્વ નવ લાગ્યો તનમાં.
ભણી ભણીને ભૂલો પડિયો, જોગ નો જોયો જુગતમાં... પઢી૦
સતગુરુ રે મુંને સાન સમજાવી, સુરતા સમજી ક્ષણમાં,
ગુરુ મોરારે મહેર કરી, જબ મગન ભયો રે મેરે મનમાં.. પઢી૦
નાભિ કમલ સે આવે ને જાવે, વરતી લાગી વ્રેમંડમાં રે,
અનહદ વાજાં વાગિયાં રે, કાંઈ નિહાળી જોયું નવ ખંડમાં રે... પઢી૦
ઊંચ નીચ એકે નવ જાણું, જાગીને જોયું તો ઘટમાં રે,
સમદૃષ્ટિથી સરખા દેખો, પિયુ પામી એક પલમાં રે... પઢી૦
ધન ને જોબનનું જોર જણાવે, એંકાર ઘણો છે અંગમાં રે,
પલમાં આ હંસા કું પકડી જાશે, રાત દિવસ રમો છો રંગમાં રે... પઢી૦
ભેદાભેદી રે તમે મત કરો ભાઈલા, ભાવ રાખોને ભજનમાં રે,
‘દાસ અમર’ આનંદ ગુરુ મેરા, દેવળ દર્શાયા ગગનમાં રે... પઢી૦
paDhi paDhine huwa panDita, tattw naw lagyo tanman
bhani bhanine bhulo paDiyo, jog no joyo jugatman paDhi0
satguru re munne san samjawi, surta samji kshanman,
guru morare maher kari, jab magan bhayo re mere manman paDhi0
nabhi kamal se aawe ne jawe, warati lagi wremanDman re,
anhad wajan wagiyan re, kani nihali joyun naw khanDman re paDhi0
unch neech eke naw janun, jagine joyun to ghatman re,
samdrishtithi sarkha dekho, piyu pami ek palman re paDhi0
dhan ne jobananun jor janawe, enkar ghano chhe angman re,
palman aa hansa kun pakDi jashe, raat diwas ramo chho rangman re paDhi0
bhedabhedi re tame mat karo bhaila, bhaw rakhone bhajanman re,
‘das amar’ anand guru mera, dewal darshaya gaganman re paDhi0

સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 92)
- પ્રકાશક : રામજી હીરસાગર, રાજકોટ