Hare jene talyo re tek ahankar - Bhajan | RekhtaGujarati

હાંરે જેને ટળ્યો રે ટેક અહંકાર

Hare jene talyo re tek ahankar

કલ્યાણદાસ કલ્યાણદાસ
હાંરે જેને ટળ્યો રે ટેક અહંકાર
કલ્યાણદાસ

હાંરે જેને ટળ્યો રે ટેક અહંકાર, જીત્યો તેને જાણીએ રે,

ભક્ત થઈ ભક્તિ કરે રે, તિલક છાપાં સાર,

આઠ પહે૨ લગી ધ્યાન ધરે, તોએ પામે પાર... જીત્યો.

હારે ભણ્યો રે ભણતર, ગણ્યો રે ગણતર, સર્વ પમાડ્યું હાર,

વ્યાકરણ ભણી વાણી બોલે, તોએ પામે પાર... જીત્યો.

હાંરે શીખામણ કાંઈ મનુષ્ય જનને, કાં નર કે કાં નાર,

કલ્યાણ કહે પ્રભુ ભજન કરજો, રસ પ્રેમનો ભંડાર... જીત્યો.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા: ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ
  • વર્ષ : 1922