jiwan bhale jagiyan - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવન ભલે જાગિયાં

jiwan bhale jagiyan

અમરબાઈ અમરબાઈ
જીવન ભલે જાગિયાં
અમરબાઈ

મેં તો સધ રે જાણીને તમને સેવિયા,

મારા રુદિયે દિવસ ને રાત;

જીવન ભલે ને જાગયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા

મારે પધાર્યા પીર જસો ને વળદાન

જીવન ભલે જાગિયાં.

મેં તો કરુણાના કળશ થપાવિયા

જ્યોતું જગાવે દેવીદાસ

જીવન ભલે જાગિયાં.

સતિયું મળિયું મારા સમ તણી

સતી અમર અમૂલાં માંગલબાઈ

જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં

કોળી પાવળ પીર શાદલને હાથ

જીવન ભલે જાગિયાં.

ગરવા દેવંગી પ્રતાપે ‘અમર’ બોલિયાં

તારા સેવકુંને ચરણોમાં રાખ

જીવન ભલે જાગિયાં.

સ્રોત

  • પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સર્જક : પ્રસાર, ભાવનગર
  • પ્રકાશક : ઝવેરચંદ મેઘાણી
  • વર્ષ : 1962