gurugam khojo re ghat mani - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુરુગમ ખોજો રે ઘટ માંઈ

gurugam khojo re ghat mani

ખીમસાહેબ ખીમસાહેબ
ગુરુગમ ખોજો રે ઘટ માંઈ
ખીમસાહેબ

ગુરુગમ ખોજો રે ઘટ માંઈ.

ગુરુગમ૦

કર સતગુરુ કી સેવ, ઔર સબ જૂઠી બાજી,

દેખ પતંગ કો રંગ, તાહી પર દનિયા રાજી,

સત શબદ સૂઝે નહીં, જૂઠ જૂઠ કું ધાય;

આપકી તો ગમ નહીં, કહાં સે આયા કહાં જાય... ગુરુગમ૦

દૂર દેખન મત જાવ, પકડ સુરતા કી દોરી,

કરો શબ્દ સે મેળ, રહો તુંમ દોઈ સ્વર જોડી,

અક્ષર આદ અનાદિ કા, અક્ષરાતિત ઓળખાઈ,

શબ્દ પાર હૈ સાહેબો, સો સત્ત શબ્દે સમજાઈ... ગુરુગમ૦

સહજ સુન્ન કે માંઈ, પરમ હંસન કા વાસા,

નિરાધાર નિરવાણ, કબુવે હોય નાશા,

કર્મ ભર્મ કું ભાંગ દે, કર સતગુરુ કી સેવ;

સાન સમજ લે સતગુરુ કી, અવર નહીં કોઈ દેવ... ગુરુગમ૦

બાજી સબે હદ માંઈ, બેહદ કિરતાર કહાવે,

અનહદ આરંપાર, ભાણ બ્રહ્મ ભેદ બતાવે,

બાહિર ભીતર એકતાર હૈ, રમતા રામ કબીર;

‘ખીમ’ કહે ખલક દરિયા, સન્મુખ સામે તીર... ગુરુગમ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6