Bol bol re pritam - Bhajan | RekhtaGujarati

બોલ બોલ રે પ્રીતમ

Bol bol re pritam

ઉદયરત્ન ઉદયરત્ન
બોલ બોલ રે પ્રીતમ
ઉદયરત્ન

બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;

પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે. બોલ૦

રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠો રે;

જિહાં ગાંઠો તિહાં રસ નહિ, જિમ શેલડી સાંઠો રે. બોલ૦

નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;

ધોયો કિમ ધોવાય યાદવજી, પ્રીતનો છાંટો રે. બોલ૦

નેમ રાજુલ બે મુગતિ પહોતાં, વિરહ નાઠો રે;

‘ઉદયરત્ન’ કહે આપને સ્વામી, ભવનો કાંઠો રે. બોલ૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998