Ae to nathi alago re - Bhajan | RekhtaGujarati

એ તો નથી અળગો રે

Ae to nathi alago re

આદિતરામ આદિતરામ
એ તો નથી અળગો રે
આદિતરામ

તો નથી અળગો રે, ઘનશ્યામ છે ઘટમાં

શ્રી ભાગવત ભાખે રે, વળી શાસ્ત્રો ખટમાં તો નથી૦

સ્થૂળ સૂક્ષમ કારણ મહા કારણ, ત્યાં લગી ગુણનો થાપ;

અંતરજામી મા’લે એકલડો, કરી ક્ષણમાં વ્યાપ;

જાગશે તો જડશે રે, માધવ છે મઠમાં તો નથી૦

જાગ્રત સ્વપન સુષુપ્તિ તુરિયા, અનુભવનું ઘર જોય;

સઘળે સૂત્રમાં પરમાત્મા રે, જીવ૫ણાને ખોય;

રહ્યો બ્રહ્મ વ્યાપી રે, જેમ તંતુ પટમાં તો નથી૦

અંધારું અજ્ઞાન તણું જે, અર્ક ઉદે થયે જાય;

પ્રતિબિંબ બિંબમાં જે ભળે તેમજ, શિવમાં જીવ સમાય;

સંત શૂરાની રે, જે આવે ઓઝટમાં તો નથી૦

તત્ત્વ વિચાર કરતાં દરસે, ત્રિકમજી તન માંય;

કહે ‘આદિતરામ’ વસ્તુ વિચારો, કલ્પિત જાણો કાય;

મથે જેમ પ્રગટે રે, અગ્નિ લાકડામાં તો નથી૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927