Aaje aekadashi tan man kranu vrat - Bhajan | RekhtaGujarati

આજે એકાદશી તન-મન કરનારું વ્રત

Aaje aekadashi tan man kranu vrat

કલ્યાણદાસ કલ્યાણદાસ
આજે એકાદશી તન-મન કરનારું વ્રત
કલ્યાણદાસ

આજે એકાદશી તન-મન કરનારું વ્રત એકાદશી૦

આજે હરિજન હૈયે હોસ ધરી,

કરો ભજન પ્રભુનુ ભાવ ધરી;

અંતરથી ઉપાધિ અળગી કરી. આજે એકાદશી૦

આજે હરિજનને હરિમય થાવું,

આજે અન્ય સ્થળે નવ અથડાવું;

હરિરસ અમૃત પીવું પાવું. આજે એકાદશી૦

ઉત્તમ વ્રત છે શુભ એકાદશી,

તે હરિજન ભક્તને હૃદયે વસી;

આજે કીર્તન કરવું કમર કસી. આજે એકાદશી૦

આજે વિનય વિવેક વૈરાગ ધરી,

ખોટી ખટખટને દૂર કરી;

આજે રામનામ લેવું હૃદય ભરી. આજે એકાદશી૦

એકાદશી તારણતરણી છે,

એકાદશી ભવભયહરણી છે;

તો સ્વર્ગે જવાની નિસરણી છે. આજે એકાદશી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963